અસ્તિત્વ

SIFAR

7/3/20251 min read

મારા વતી મારી આંખો જુવે

મારા વતી મારી ઊંઘ સુવે

મારું અસ્તિત્વ હું નથી, મારા વતી મારા શ્વાસ જીવે

ક્યાંક મને એવું લાગે, કે મારું અંગત કોઈ નથી, હું પોતે પણ ખુદનો અંગત નથી.

મારો નાદ મને નથી સમજાતો, મારા અવાજનો એમાં કોઈ ભાગ નથી.

અને ક્યાંક સૂરજ પણ ઉગ્યો હશે અને સવારની ઝાંકળ પીગળી હશે,

મારા અજવાળામાં કોઈ શેષ ભાગ આ રવિનો નથી..

SIFAR