ચાહતો
-------------------------------------------------------
Krupesha Prajapati
9/10/2025
કસૂર હવાનો છે ,
દિવાનો નહીં.
વાંધો તમારા સ્વભાવમાં છે,
મારા કહેવામાં નઈ....
_________________________________
હજારોની ભીડમાં ,
મારું એક ઠેકાણું છે.
અને નસીબની વાત કરું તો,
એમાં પણ મારે કાણું છે....
_________________________________
અષાઢને શું ખીજ ચઢી ?
જે વૈશાખે આ વીજ પડી..
શ્રાવણ ભાદરવો તો દૂરની વાત હતી ,
પણ ભર ઉનાળે રવિને શું રીસ ચઢી??
_________________________________
ચાહતો તો ઘણી છે,
પરંતુ
તેને પૂરી કરવાની ચાહત હજુ અધૂરી છે..
_________________________________
પૂનમના ચાંદની પણ
એક અલગ અદા છે,
પરંતુ ખબર નઈ કેમ
આ દિલ તારા પર જ ફિદા છે..
_________________________________
તમને જ્યારથી જોયા ત્યારથી ,
આ હ્યદય કઈક કહેવા માંગે છે.
તમારી વાતોથી આ મન અટવાઈને ,
બસ તમારામાં જ પરોવા માંગે છે..
_________________________________
આ તારા ચહેરાનો નિખાલસ સ્વભાવ જ
મને ગાંડો કરે છે;
એટલેજ તો આ દિલ તને
વારંવાર યાદ કરે છે..
_________________________________
શબ્દોની જાળમાં હું એવી ફસાણી કે,
મૂળ શબ્દ શું હતો?
એજ ભૂલી ગઈ....
_________________________________
નસીબનાં ઘા ઝાઝા વાગવા લાગ્યા છે,
લાગે છે હવે મને મારા શબ્દો
ભુલાવા લાગ્યા છે....
_________________________________
કેટલો રૌમ્ય આ પ્રેમનો
પ્રસંગ છે;
પરંતુ અંતે ક્યાં
રાધનો સંગ છે??
_________________________________
પ્રાસ બેસતો નથી અને
મર્મ જડતો નથી,
ખરેખર આ ભટકેલા માનવીને
તેનો સાચો ધર્મ મળતો નથી...
_________________________________
મિલો દૂર હોવાથી કૃષ્ણ પોતાને મનોમન કોસે છે
એટલે જ તો
રાધા વાંસળીના સૂરમાં જ પોતાનો નૂર શોધે છે.
_________________________________
નીલ ધરા ગગનમાંય તુ.
ઠંડી હવાના જોકામાં તુ,
આ અમી ભરેલા નયનોમાંય તુ.
ચંદ્રની ચાંદનીમાં તુ,
ગીતોની મહેફિલમાંય તુ.
શિયાળાની ઝાકળમાં તુ,
અને આ ઘાયલ થયેલા કાળજામાંય તુ.
== કૃપેશા પ્રજાપતિ ==
Creativity
A platform for writers to share their passion.
Contact us
daretechnica@gmail.com
+91 9978889945
© 2025. All rights reserved Dare Technica
