હાશ
Sifar
2/1/20261 min read


થોડીઘણી નવરાશ તો હું પણ ઈચ્છું છું
એક ઘૂંટડાની પ્યાસ તો હું પણ ઈચ્છું છું
એવું નથી કે થાકી ગયો છું જિંદગીથી પણ
સાંજ પડે થોડી હાશ તો હું પણ ઈચ્છું છું.
તને બધું યાદ છે જે હું કરી શક્યો નહીં
દર્દ બધા એ જેમાં હું મરહમ ભરી શક્યો નહીં
ના હસાવી શક્યો,
ના રડાવી શક્યો
ના સપનાની નગરીએ પોહચાડી શક્યો
કેમ કરી કહું કે તારો સાથ ઈચ્છું છું
મનાવી શકું બસ એવી વાત ઈચ્છું છું
ભાગદોડની દિનચર્યા છે, ઘણું બધું છૂટી ગયું
રાતદિવસની ચિંતામાં એ સ્મિત પણ ખૂટી પડ્યું
ના છોડી શક્યો
ના માનવી શક્યો
ના સપનાની નગરીએ પોહચાડી શક્યો
હું તને પામી લઉં એવી રાહ ઈંચ્છુ છું
સમયને પછાડતી મુલાકાત ઈચ્છું છું.
સાંજ પડે ને થોડી હાશ ઈચ્છું છું.
SIFAR
Creativity
A platform for writers to share their passion.
Contact us
daretechnica@gmail.com
+91 9978889945
© 2025. All rights reserved Dare Technica
