યાદ તો છે ને

Sifar

7/2/20251 min read

woman spreading hair at during sunset
woman spreading hair at during sunset

યાદ તો છે ને,

તારી એ વાત જેમાં હું

મારી એ વાતો જેમાં તું

હું અને તું જાણે -

સપના અને સવાર, એકાંત અને વિચાર

વહેણ અને પાણી, ગોળ અને ધાણી

ઉડવા મથતા પંખીનું પહેલું પગલું અને તેના આંખોમાં ઉડતો પહેલો ઉમંગ

યાદ છે એ નિર્ણય, કે આપણે સાથે હતા, છીએ અને હમેશા રહીશું

યાદ છે એ કોલેજ જવાની ઉતાવળ, સારા દેખાવવાની અવનવી ત્રેવડ,

યાદ છે એ કેન્ટીન ની કોફી, અને કાન ખેચીને મંગાતી માફી

યાદ છે દરરોજ હું કહેતો તને " આજે કંઈક અલગ લાગે છે તું "

તને યાદ તો છે ને, કે આપણે નક્કી એ પણ કર્યું હતું કે એકમેકને ભૂલી જઈશું

યાદ છે ને આપણા પ્રેમમાં ઘટેલી એ ઘટના, જેને કોઈ દી યાદ ન કરીશું

યાદ છે ને આપણે છેલ્લા ૧૧ વર્ષ ૩ મહિના ૧૯ દિવસ અને ૧૪ કલાક થી મળ્યા નથી,

વાત નથી કરી, તને મેં કીધું નથી કે આજે તું કઈક અલગ દેખાય છે

બસ મને યાદ છે હું હજુયે જીવું છું, મારી આંખ હજુ પણ એ જ દ્રશ્યમાં છે

એ જે સમયમાં છે એ જ યુગમાં છે

ત્યાર બાદનું જીવન મને યાદ નથી

આજે તું કદાચ સાચે અલગ દેખાતી હશે . . .

- Sifar